New Membership
ગુજરાતી પ્રકાશક મંડળના સભ્ય થવા માટેની પ્રક્રિયા
- સભ્યપદ દાખલ કરવા અંગેની અરજી માટેનું ફોર્મ ડાઉનલોડ કરો.
- ડાઉનલોડ કરેલાં ફોર્મને તમારી સંસ્થાના લેટરહેડ ઉપર છાપવું.
- ત્યારબાદ ફોર્મમાં જણાવેલ વિગતો સારા અને ચોખ્ખા અક્ષરોમાં લખવી.
- ફોર્મમાં માંગેલી બધી જ વિગતો જણાવવી. અધૂરી વિગતોવાળું ફોર્મ સ્વીકારી શકાશે નહીં.
- ફોર્મમાં વિગતો લખ્યા બાદ સભ્ય પેઢીનો સિક્કો મારવો અને માલિકની સહી કરવી.
- સભ્યપદ (રૂ. ૧૦,૦૦૦) અને દાખલ ફી (રૂ. ૧૦૦૦) એમ કુલ રૂ. ૧૧,૦૦૦નો ચેક ગુજરાતી પ્રકાશક મંડળના નામે લખવો.
- ફોર્મ, સભ્યપદ અને દાખલ ફીનો ચેક, પુસ્તકો અને સૂચિપત્રની નકલ ગુજરાતી પ્રકાશક મંડળના કાર્યાલય ઉપર મોકલી આપવા.
- આપનું ફોર્મ મળેથી મંડળના નિયમો મુજબની કાર્યવાહી કરવામાં આવશે.